ભારતના આ એક પગલાંથી ચીનને થઈ શકે છે મોટું નુકસાન, આપી બહિષ્કારની ચેતવણી

ભારતે બુધવારે ચીનના બીજા ક્ષેત્ર અને સડક ફોરમ (બેલ્ટ એન્ડ રોડ)નો પણ બહિષ્કાર કરવાના સંકેત આપ્યાં. ભારતનું કહેવું છે કે કોઈ પણ દેશ એવી કોઈ પણ મુહિમનો ભાગ ન બની શકે જે મુહિમ સ્વાયત્તતા અને ક્ષેત્રીય અખંડિતતાની તેની મુખ્ય આપત્તિઓને નજરઅંદાજ કરતી હોય. 

ભારતના આ એક પગલાંથી ચીનને થઈ શકે છે મોટું નુકસાન, આપી બહિષ્કારની ચેતવણી

બેઈજિંગ: ભારતે બુધવારે ચીનના બીજા ક્ષેત્ર અને સડક ફોરમ (બેલ્ટ એન્ડ રોડ)નો પણ બહિષ્કાર કરવાના સંકેત આપ્યાં. ભારતનું કહેવું છે કે કોઈ પણ દેશ એવી કોઈ પણ મુહિમનો ભાગ ન બની શકે જે મુહિમ સ્વાયત્તતા અને ક્ષેત્રીય અખંડિતતાની તેની મુખ્ય આપત્તિઓને નજરઅંદાજ કરતી હોય. ભારતે 2017માં થયેલા ક્ષેત્ર અને સડક ફોરમ (બીઆરએફ)નો પણ બહિષ્કાર કર્યો હતો. ભારતને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી)ને લઈને આપત્તિ છે. સીપીઈસી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં થઈને પસાર થાય છે અને બેલ્ડ એન્ડ રોડ મુહિમનો ભાગ છે. 

ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું કે કોઈ પણ સંપર્ક મુહિમ (કનેક્ટિવિટી ઈનીશિએટીવ) પર એ રીતે અમલ થવો જોઈએ કે અન્ય દેશોની સ્વાયત્તતા, સમાનતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન થતું હોય. તેમણે બીજા ફોરમમાં ભારતના ભાગ લેવા અંગેના પ્રશ્ન પર કહ્યું કે કોઈ દેશ એવી કોઈ પણ પ્રકારની મુહિમનો ભાગ ન બની શકે જે મુહિમ સ્વાયત્તતા અને ક્ષેત્રીય અખંડિતતાની તેની મુખ્ય આપત્તિઓને નજરઅંદાજ કરતી હોય. 

મિસરીએ કહ્યું કે પ્રમાણિકતાથી કહું તો અમે ક્યારેય અમારા વિચારો ગોપનીય રાખ્યા નથી અને બેલ્ડ એન્ડ રોડ મુહિમને લઈને અમારી સ્થિતિ સ્પષ્ટ અને મજબુત છે. અમે સંબંધિત ઓથોરિટીઝને તેનાથી માહિતગાર પણ કર્યા છે. તેમણે કહ્યું કે સંપર્ક સારા બનાવવાના વૈશ્વિક સપનામાં ભારત પણ એક ભાગીદાર છે અને આ અમારી આર્થિક અને રાજનયિક પહેલોનો અભિન્ન ભાગ છે. અમે સ્વયં પોતાના ક્ષેત્રમાં વિભિન્ન દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. 

તેમણે કહ્યું કે જો કે અમારું એમ પણ માનવું છે કે સંપર્કની મુહિમ વૈશ્વિક સ્તર પર માન્ય આંતરરાષ્ટ્રીય જોગવાઈઓ, સારા સંચાલન અને કાયદાના દાયરામાં થવી જોઈએ. આ મુહિમ નિશ્ચિતપણે સામાજિક સ્થિરતા, પર્વારણ સંરક્ષણ અને સંવર્ધન, કૌશલ પ્રવર્તન અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર આધારિત હોવી જોઈએ તથા તેના  ખુલ્લાપણા, પારદર્શકતા અને નાણાકીય ટકાઉપણાના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. 

મિસરીએ ભારત-ચીન સંબંધો પાછા પાટા પર ચઢે તે અંગેના સવાલ પર જવાબ આપતા કહ્યું કે બંને દેશોના પરસ્પર દ્વિપક્ષીય સંબંધો માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ મોટા આર્થિક અને આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news